Get The App

કપરાડામાં 4.5 અને વાપીમાં 3.5 ઇંચ વરસાદ, વાંસદાનો કેલિયા ડેમ ઓવરફ્લો, 23 ગામ એલર્ટ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
કપરાડામાં 4.5 અને વાપીમાં 3.5 ઇંચ વરસાદ, વાંસદાનો કેલિયા ડેમ ઓવરફ્લો, 23 ગામ એલર્ટ 1 - image


Rain In South Gujarat : વલસાડ જિલ્લામાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી બેટિંગ શરૂ કરતા સોમવારે સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. કપરાડામાં 4.5 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. સંઘપ્રદેશમાં ગત 33 કલાકમાં દમણમાં 2 ઈંચ અને દા.ન.હવેલીમાં 4 ઈંચ વરસાદ પડયો હતો.

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની જીવાદોરી સમાન કેલિયા ડેમ સોમવારે ઓવરફલો થયો હતો. જેથી નીચાણવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે જુજ ડેમ 90 ટકા ભરાતા 25 ગામોને એલર્ટ કરાયા છે. જોકે, ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં

વાંસદા તાલુકાની જીવાદોરી સમાન જુજ અને કેલિયા ડેમ પૈકી સોમવારે સવારે 9 કલાકે કેલિયા ડેમ તેની 113.40 મીટરની સપાટી પરથી 0.05 મીટરથી ઓવરફલો થયો હતો. જયારે તાલુકાના બીજા જુજ ડેમમાં ઓવરફલોની સપાટી 197.50 મીટરની છે. સોમવારે સાંજે 4 કલાકે પાણીની સપાટી 194.40મીટર પર પહોંચતા ડેમ ભરાવામાં માત્ર 1.10 મીટર બાકી છે. આમ જુજ ડેમ 90 ટકા અમરાયો છે. 

વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ઓવરફલો થતા નીચાણવાળા 23 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદાના કેલિયા, ચીખલી તાલુકાનાં માંડવો, કાકડવેલ, વેલણપુર, ગોડથલ, કણભાઈ, સિયાદા, પોલાર, કલીયારી, આમધરા, મોગરાવાડી, પીપલગભાણ, સોલરા, મલિયાધારા, વેજ, તેજલાવ, બલવાડા અને ખેરગામ તાલુકાના વાડ જ્યારે ગણદેવી તાલુકાના ઉંડાચ, ગોયંદી, ખાપરવાડા, દેસરા અને વાથરેચનો સમાવેશ થયા છે.

તો જૂજ ડેમ પણ 90 ટકા ભરાતા નીચાણવાળા ૨૫ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં વાંસદાના જુજ, ખડકીયા, નવાનગર, વાંસીયા તળાવ, વાંસદા, રાણીફળિયા, નાની વાલઝાર, મોટી વાલઝાર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર જયારે ચીખલી તાલુકાના દોણજા, હરણ ગામ, ચીખલી, ખૂંષ, ઘેટકી, વંકાલ (વ.ફળિયા) અને ગણદેવી તાલુકાના ઊંડાચ, લુહાર ફળિયા, વાણીયા ફળિયા, ગોયદી, ખાપરવાડા અને દેસરાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : નડિયાદમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું

કપરાડામાં 4.5 ઇંચ, વાપીમાં 3.5 ઈંચ સહિત જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ સોમવારે સાંજે 4.00 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 2 ઈંચ વરસાદ પડયો હતો. સોમવારે સવારથી સાંજ સુધીમાં જ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. રાત્રે ખાસ વરસાદ વરસ્યો ન હતો. જિલ્લામાં સૌથી વધુ કપરાડમાં 4.5 ઈચ અને વાપીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બપોરે 12 થી 2 વાગ્યા સુધીના બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું હતુ. વાપીના ગીતાનગરના માર્ગ પાણીના નિકાલના અભાવે તળાવમાં રૂપાંતરિત થયો હતો. અને વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. 

આ ઉપરાંત ધરમપુર અને ઉમરગામમાં 2-2 ઈંચ, પારડીમાં 1 ઈંચ અને વલસાડમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં આજે સોમવારે 19989 કયુસેક પાણીની આવક થતાં ડેમના 10 પૈકી 2 દરવાજા O. Fo મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે 5955 કયુસેક પાણ છોડાયું હતું. સાંજે ડેમની સપાટી 7205 મીટર નોંધાઈ હતી. ડેમની ભયજનક સપાટી 82મીટર છે. પડોશી સંઘપ્રદેશમાં સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં દમણમાં 2 ઈંચ અને દા.ન.હવેલીમાં 4 ઈંચ વરસાદ પડયો હતો.


Google NewsGoogle News