Get The App

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બદલ આજીવન કેદની સજા

Updated: Mar 25th, 2025


Google News
Google News
વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બદલ આજીવન કેદની સજા 1 - image


Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડીમાં રહેતા પરિવારની ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે વિધર્મી યુવાને દુષ્કર્મના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સખત સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ઉપરાંત દોષિતને રૂ. 50 હજાર દંડ પણ ફટકારાયો છે, જ્યારે દંડની રકમ અને વળતર પેટે રૂ. 6 લાખ મળીને કુલ રૂ. 6.50 લાખ પીડિતાના પરિવારને ચૂકવવાનો આદેશ કરાયો છે.

આરોપીને આજીવન કેદની સખત સજા

આ કેસની વિગત એવી છે કે, ઉમરગામના ગાંધીવાડીમાં રહેતા એક પરિવારની ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા યુવાને દુષ્કર્મ કરતા ચકચાર મચી ગઇ હતી. આ યુવક વિધર્મી હોવાથી હિન્દુ સંગઠનના આગેવાનો સહિત લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી હંગામો મચાવી દીધો હતો. બાદમાં પોલીસે ગુલામ મુસ્તુફા મોહંમદ સમીમ ખલીફા (રહે. દેવધામ, ઉમરગામ)ની ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: બારડોલીની આશ્રમ શાળામાં સગીરાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

પોલીસે આરોપી સામે સજજડ પૈરાવા સાથે ચાર્જશીટ પણ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થયા બાદ પબ્લીક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિત અનેક લોકોના નિવેદનો અને પુરાવા સાથે દલીલો કરી હતી. આ કેસમાં સોમવારે સ્પેશિયલ જજ ટી.વી. આહુજાએ આરોપી ગુલામે મુસ્તફા ખલીફાને દોષિત ઠેરવીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ દંડની રકમ અને વળતર પેટે રૂ. 6 લાખ મળીને કુલ રૂ. 6.50 લાખ પીડિતાને ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.

પીડિતા સહિત 20 સાક્ષીઓની જુબાની લેવાઇ હતી

આ કેસમાં ત્રણ વર્ષીય બાળકી સાથે કરાયેલા ગંભીર કૃત્ય અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે નવ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તો વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીમાં સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિત 20 સાક્ષીની જુબાની સાથે સજ્જડ પુરાવા રજૂ કર્યા હતા. પોકસો એક્ટ હેઠળ પહેલીવાર માત્ર સાડા ત્રણ મહિનામાં કોર્ટમાં કેસની ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી.

આ પણ વાંચો: ફરી દાણચોરી! આબુધાબીથી અમદાવાદ આવેલા બે મુસાફરો પાસેથી ઝડપાયું 2.76 કરોડની કિંમતનું સોનું, બંનેની ધરપકડ

ગંભીર કૃત્યના વિરોધમાં લોકોએ રેલી કાઢી હતી

આરોપીના આ ગંભીર કૃત્ય બાદ હિન્દુ સંગઠનના આગેવાનો અને ગ્રામજનોએ ઉમરગામ પોલીસ મથકનો ઘેરાવ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનાના બીજા દિવસે રેલી પણ કઢાઈ હતી, જેમાં હજારો મહિલાઓએ બેનરો પ્રદર્શિત કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

Tags :