ભાજપના ધારાસભ્યનો દગો, કોંગ્રેસના નેતા પાસેથી ઓટીપી લઈ ભાજપના સભ્ય બનાવી દીધા

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
BJP Member


Valsad Congress Leader Made BJP Members : ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને રોજ એક વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે ભાવનગર, મહેસાણા બાદ હવે વલસાડમાં પણ ભાજપ સદસ્યતા અભિયાનને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. જેમાં ધરમપુરના કોંગ્રેસના નેતાને ભાજપના સભ્ય બનાવી દીધા હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 

આ પણ વાંચો : 'ઘર, પૈસા, કપડાં, અનાજ બધું બાળી નાખ્યું...' બિહારના નવાદાના અગ્નિકાંડ પીડિતોએ વ્યથા ઠાલવી

કોંગ્રેસના નેતાને ભાજપના સભ્યો બનાવી દીધા 

ધરમપુરના કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચ્યો છે. વિવાદ વકરતા કોંગ્રેસના બંને નેતાઓએ અરવિંદ પટેલ પર પ્રહાર કરીને તેમને ખોટા ગણાવ્યાં હતા.

કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલે શું કહ્યું?

વલસાડ કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલનું કહેવું છે કે, 'અરવિંદભાઈએ જે વીડિયો મુક્યો છે તે વાહિયાત અને ખોટો છે. તેમણે જે ભાજપની સભ્ય નોંધણી કરી છે, તેમાં મારી કોઈ પણ જાતની પરવાનગી લીધી નથી અને 13 સપ્ટેમ્બરે સર્કિટ હાઉસમાં મળ્યા હતા ત્યારે મારો ફોન એમણે લઈ લીધો હતો. જે તેમના ફ્રેન્ડને આપી ખોટી રીતે ભાજપના સભ્ય તરીકેની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે.'

આ પણ વાંચો : ક્ષત્રિય સમાજને મોટો ઝટકો, ભાવનગરના યુવરાજે કહ્યું- 'રાજકીય લાભ ખાટવા માટે મારા વડીલનો દુરુપયોગ ન કરશો'

કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રમેશ પટેલે શું કહ્યું?

વલસાડ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રમેશભાઈ પટેલનું કહેવું છે કે, 'ધરમપુરમાં ધાર્મિક કાર્ય માટે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરવિંદભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, તો મે ના પાડી. તેમણે પુછ્યું તમે ક્યાં છો તો અમે નજીક હોવાથી તેમની ઓફિસે ગયા હતા. ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મીસયુઝ કર્યો અને અમે સ્વેચ્છિક રીતે જોડાયા છે તેવો સોશલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો. જે તદ્દન ખોટો છે. મારી કોઈ પણ અનુમતી વગર એમણે આ વીડિયો બનાવીને મોકલ્યો છે. જેને હું સખત શબ્દોમાં વખોડું છું'

આ પણ વાંચો : ગેરકાયદે બાંધકામ સામે અવાજ ઉઠાવ્યો એટલે...., રહીશોની આત્મવિલોપનની ચીમકી બાદ ભાજપના કોર્પોરેટરે આપ્યો જવાબ

ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા

કોંગ્રેસના બંન્ને નેતાઓના આક્ષેપોને ધરમપુર ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે ફગાવી દેતા કહ્યું, 'રાજેશ પટેલ ધરમપુર ખાતેના સર્કિટ હાઉસમાં મળ્યા હતા, તેમણે ખુશીથી મને જણાવ્યું કે, મને પણ સભ્ય બનાવો. મે એમને આવકાર્યા, એમની સાથે ફોટા પડાવ્યા. એમણે એમના મોબાઈલનો ઓટીપી આપ્યો અને સભ્ય બન્યા. બાદમાં ખુશીનો માહોલ વ્યક્ત કર્યો.'

અરવિંદ પટેલે વધુમાં જણાવ્યું કે, 'આજે મે સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મરતે દમ તક કોંગ્રેસમાં રહેશે તેવું જણાવે છે. પરંતુ અત્યારે કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે અને ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા લોકો ભાજપના સભ્ય બની રહ્યા છે'


Google NewsGoogle News