વલ્લભીપુર નગરપાલિકા પ્રમુખ વલ્લ્ભ કાંબડે કલેક્ટરને આપ્યું રાજીનામું
Vallabhipur Municipality President Resigned In Bhavnagar : ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપનો આંતરિક વિખવાદ વચ્ચે માહિતી મળી છે કે, વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કામડેએ કલેક્ટરને લેખિતમાં રાજીનામું આપ્યું છે. 29 દિવસ બાદ પ્રમુખે રાજીનામું જાહેર આપ્યું છે.
વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપ બોડીના સદસ્યો અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ આંતરિક વિવાદને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા નગરપાલિકા પ્રમુખે ચોક્કસ કારણોસર રાજીનામું આપ્યું છે, ત્યારે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે.