Get The App

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ: PM મોદીએ કહ્યું- 'દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે'

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ: PM મોદીએ કહ્યું- 'દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે' 1 - image


Vadtal Dwishantabdi Mahotsav : ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે વડતાલમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે 11 નવેમ્બર સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં વર્ચુઅલ રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ 11:15 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર હાજર શ્રદ્ધાળુઓને પણ સંબોધિત કર્યા હતા. 1824 માં સ્થાપવામાં આવેલું આ મંદિર ઘણા દાયકાઓથી ધાર્મિક અને સામાજિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. 

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે બહાર પાડ્યો હતો. આ પ્રસંગે મુખ્ય કોઠારી પૂજ્ય સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં કહ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. 

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ: PM મોદીએ કહ્યું- 'દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે' 2 - image

આ નિમિત્તે આચાર્ય મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હદયપૂર્વક આભાર માન્યો હતો. કોઠારી સ્વામીએ આ તબક્કે દેશના ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનનો પણ વિશેષ આભાર માન્યો હતો. દ્વિશતાબ્દી મહોત્સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલીકોમ ડીસ્પ્યુટસ સેટલમેન્ટ & અપેલેટ ટ્રિબ્યુનલ ના ચેરમેન અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ  બી.એન. પટેલ સાહેબ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી

200 રૂપિયાના સિક્કાની વિશેષતા

ચાંદીઃ 99.9 ટકા

વ્યાસઃ 44 mm 

વજનઃ 44 ગ્રામ

સિરેશનઃ 200

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ: PM મોદીએ કહ્યું- 'દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે' 3 - image

આ સિક્કાની કિંમત 6500 રૂપિયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર જેવા પવિત્ર સ્થાન સમાજને એક નવી ઉર્જા અને દિશા પુરી પાડે છે. તેમણે મંદિરની ગતિવિધિઓના વખાણ કરતાં કહ્યું કે આ સ્થળ સમાજમાં ભાઇચારા અને એકતાનો સંદેશ ફેલાવે છે. પીએમ મોદીએ વડતાલ મંદિરને આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત કહ્યું અને તેને સમાજના ઉત્થાન માટે પ્રેરક ગણાવ્યું. 

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ: PM મોદીએ કહ્યું- 'દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે' 4 - image


તેમણે વધુમાં જણાવ્યું કે, '200 વર્ષ પહેલાં જે વડતાલ ધામની સ્થાપના ભગવાન શ્રીસ્વામિનારાયણે કરી હતી. આજે પણ તેની આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખી છે. આજે પણ અહીં ભગવાન સ્વામિનારાયણની શિક્ષા, ઊર્જા અનુભવ કરી શકીએ છીએ. હું દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્રિશતાબ્દી મહોત્સવની શુભેચ્છા આપું છું. મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે 200 રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે.આ પ્રતિક ચિન્હ આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશે. ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યક્તિ જાણે છે કે, આ પરંપરા સાથે મારો સંબંધ કેટલો જૂનો છે. મારી ઈચ્છા તો ઘણી હતી તમારી સાથે જૂની વાતો કરું અને બેસું. પણ જવાબદારી અને વ્યસ્તતાને લીધે આ સંભવ ના થયું. હું હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે.' 

આ પણ વાંચો: વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, જુઓ સ્વામિનારાયણ ભગવાનના અકલ્પનીય મ્યુઝિયમની ઝાંખી

તેમણે વડતાલ વિશે વાત કરતાં કહ્યું કે, 'સમાજમાં શિક્ષાપત્રીનું મહત્ત્વનું યોગદાન છે.શિક્ષાપત્રીનું આત્મસાત કરવું અને તે દિશામાં આગળ વધવું તે આપણું કર્તવ્ય છે. વડતાલ ધામ આજે આ જ પ્રેરણાથી માનવતાની સેવા અને યુગ નિર્માણનું અધિષ્ઠાન બની ચૂક્યું છે. વડતાલ ધામે આપણને વંચિત સમાજથી સગરામજી જેવા ભક્તો દીધા છે. અહીં કેટલાય બાળકોના ભોજનની, આવાસની અને કેટલાય આદિવાસી ક્ષેત્રમાં સેવાના કાર્ય ચાલી રહ્યા છે. દીકરીઓની શિક્ષાના અભિયાન પણ ચલાવી રહ્યા છે.' 

સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક છબિ

પીએમ મોદીએ કહ્યું કે 'સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ભારત જ નહી, પરંતુ વિદેશોમાં પણ જોવા મળે છે. વડતાલના આ પવિત્ર સ્થળે લાખો લોકોને આધ્યાત્મિક યાત્રામાં નવી દીશા આપી છે. પીએમ મોદીએ સંપ્રદાયના ઘણા એવા કામ કર્યા છે જે દેશની સંસકૃતિને દુનિયાભરમાં પહોંચાડવામાં મદદગાર સાબિત થઇ છે. આ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો ભાગ છે.' 

આપણા દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે

પીએમ મોદીએ કહ્યું કે 'આજે દેશના ભાગલા પાડવાનું કાવતરુ ચાલી રહ્યું છે. એવી તાકાતો છે જે દેશના ભાગલા પાડવામાં લાગેલી છે. આપણે આવી તાકાતોને ઓળખવી પડશે. આવી તાકાતોનેને આપણે એકસાથે મળીને નિષ્ફળ બનાવવી પડશે. આપણા દેશના યુવાનોને કૌશલયુક્ત બનાવવા પડશે. આજકાલ હું દુનિયાના જે નેતાઓને મળું છું તેમની ઇચ્છા રહે છે કે દેશના સ્કિલ્ડ યુવા તેમની સાથે કામ કરે. આજે દુનિયા ભારતના યુવાનોની પ્રતિભાથી પરિચિત છે. આપણા યુવા રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ મદદગાર બનશે.' 


Google NewsGoogle News