Get The App

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી 1 - image


VadralDham Dwishantabdi Mahotsav: વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીં દેશ-વિદેશના ભક્તો ઉમટી રહ્યા છે. વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતા ભક્તો માટે નિશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ઉત્સવ ગ્રાઉન્ડમાં 15થી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી 2 - image

3 લાખ લોકો માટે ભોજન વ્યવસ્થા

આજે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનો બીજો દિવસ છે. અહીં લાખોની સંખ્યામાં દેશ-વિદેશના ભક્તો આવી રહ્યા છે. જેમના માટે ઉત્સવ ગ્રાઉન્ડમાં 15 વિશાળ ડોમમાં સાત્વિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે. ભોજનાલયમાં 3 લાખ લોકો માટે સ્વયંસેવકો દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે વહેલી સવારે 4 વાગ્યાથી તમામ સ્વયંસેવકો કામે લાગી જાય છે.

આ પણ વાંચો: વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, જુઓ સ્વામિનારાયણ ભગવાનના અકલ્પનીય મ્યુઝિયમની ઝાંખી

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી 3 - image

2500-3000થી વધુ સ્વયંસેવકો

અહીં 15 ડોમમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેમાં 2500-3000થી વધુ સ્વયંસેવકો સેવામાં જોતરાયા છે. લાખો લોકોની રસોઈ તૈયાર કરવા માટે 1200થી વધુ બહેનો બે પાળીમાં માથે કેપ અને હાથમાં ગ્લવ્ઝ પહેરીને શાકભાજી સુધારવાથી કરિયાણાની સાફ-સફાઈ (ચાળવું) જેવા કામની સેવા આપી રહ્યા છે.

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી 4 - image

 600થી વધુ રસોયા

અહીં મહોત્સવમાં આવતા લાખો લોકોની રસોઈ બનાવવા માટે 600થી વધુ રસોઈયા કામ કરે છે. આ ઉપરાંત 150 માણસોના સ્ટાફ ડિશોની સાફ સફાઈ કરે છે. તો ઉત્સવમાં શેરડીનો રસ દરરોજ 10 ટન પ્રસાદી રૂપે પીરસવામાં આવી રહી છે. અહીં લોકોને બે મિષ્ઠાન, ફરસાણ, દાળ-ભાત, રોટલી, બે શાક અને છાશ પીરસવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દ્વિશતાબ્દી મહોત્સવ: ભારત સરકારે વડતાલના સુવર્ણ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી 5 - image

દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી

લાખો લોકોની રસોઈ બનાવવા માટે અહીં દરરોજ નાસિકથી 50 ટન શાકભાજી આવે છે. જેમાં 10 હજાર કિલો દૂધી, 6 હજાર કિલો ટમેટા, 500 કિલો દાડમ, 200 કિલો વટાણા સહિતના શાકભાજી હોય છે. આ ઉપરાંત બટેકા ડીસાથી આવે છે અને શુદ્ધ ઘી અને સિંગતેલ વાપરવામાં આવે છે.

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી 6 - image


Google NewsGoogle News