Get The App

રીક્ષામાં ગાંજાની હેરાફેરીના કેસમાં વડોદરાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
રીક્ષામાં ગાંજાની હેરાફેરીના કેસમાં વડોદરાનો વોન્ટેડ આરોપી ઝડપાયો 1 - image


Vadodara Crime : વડોદરા નજીક હાલોલ રોડ ઉપર થી ત્રણ દિવસ પહેલા એક રીક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવવાના બનાવવામાં વોન્ટેડ જાહેર કરાયેલો આરોપી વડોદરામાંથી ઝડપાઈ ગયો છે. 

હાલોલ રોડ ઉપર જરોદ પાસેથી ત્રણ દિવસ પહેલા પોલીસે એક રીક્ષાને અટકાવી તપાસ કરતાં અંદરથી વનસ્પતિ જન્ય ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા સહિત 84 હજારની મતા કબજે કરી હતી. પકડાયેલા શખ્સે ગાંજાનો જથ્થો પાણીગેટ દરવાજા નજીક રાજા રાણી તળાવ પાસે રહેતા મહંમદ હુસેન ઉર્ફે મોહસીન શેખે મંગાવ્યો હોવાની વિગતો કબૂલી હતી.

જેથી ક્રાઈમ બ્રાન્ચ નીતિને રાણાવાસ પાસેથી ઉપરોક્ત વોન્ટેડ શખ્સને ઝડપી પાડી વાઘોડિયા પોલીસને સોંપવા તજવીજ કરી છે. પકડાયેલા આરોપી સામે અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, મારામારી અને જુગાર જેવા નવ કેસ નોંધાયેલા હતા.


Google NewsGoogle News