Get The App

ઓનલાઇન કાર ભાડે મેળવી ગીરવી મૂકી દેવામાં માહેર વડોદરાનો ઠગ પકડાયો

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન કાર ભાડે મેળવી ગીરવી મૂકી દેવામાં માહેર વડોદરાનો ઠગ પકડાયો 1 - image


Vadoara Rent Car Scam : ઓનલાઇન એપ્લિકેશન પરથી કાર ભાડે લીધા બાદ ગીરવી મૂકી રોકડી કરી લેવામાં પાવરધા વધુ એક ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો છે.

વડોદરામાંથી ઝુમ એપ મારફતે રૂ.દસ લાખની કિંમતની વેન્યુ કાર ભાડે લીધા બાદ મધ્યપ્રદેશના જોગટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારગીરવી મૂકી 3.50 લાખની રોકડી કરી લેવાના બનાવવામાં મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ફરિયાદ નોંધાઈ હતી.

આ બનાવમાં વડોદરા પોલીસે કાર ભાડે લેનાર અતાઉર રહેમાન ઉર્ફે અતો સાકીરભાઇ મેમણ (શાંતિનગર સોસાયટી, તાંદલજા) ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન તેની સામે આ પ્રકારના આઠ ગુના સહિત 11 ગુના નોંધાયા હોવાની વિગતો બહાર આવી છે. આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરાઈ છે.


Google NewsGoogle News