Get The App

સાયબર ક્રાઇમના ભોગ બનેલા 13 વ્યક્તિને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રકમ પાછી અપાવતી વડોદરાની નંદેસરી પોલીસ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
સાયબર ક્રાઇમના ભોગ બનેલા 13 વ્યક્તિને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રકમ પાછી અપાવતી વડોદરાની નંદેસરી પોલીસ 1 - image


Vadodara Cyber Crime : દિન પ્રતિદિન સાઇબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા તપાસ કરીને સાઇબર ક્રાઇમથી છેતરપિંડીનો ભોગ બનેલા 13 જેટલા લોકોને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજીને કુલ રૂ.3 લાખથી વધુ રકમ પરત અપાવી નંદેસરી પોલીસે પરત અપાવી હતી.

સાયબર ક્રાઇમના ભોગ બનેલા 13 વ્યક્તિને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રકમ પાછી અપાવતી વડોદરાની નંદેસરી પોલીસ 2 - image

ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઇમ કરનારા લોકો યેનકેન પ્રકારે લોકો સાથે સાયબર ક્રાઇમથી છેતરપિંડી કરતા હોય છે. આવા રોજિંદા કિસ્સાની ફરિયાદ અવારનવાર પોલીસને મળતી હોય છે. દરમિયાન ગત 2024માં નંદેસરી પોલીસ મથકે 13 લોકો સાથે સાયબર ક્રાઈમથી છેતરપિંડી થયાની ફરિયાદો સમયાંતરે નોંધાઈ હતી. આ અંગે નંદેસરી પોલીસે 'તેરા તુજ કો અર્પણ' અંતર્ગત કાર્યક્રમમાં છેતરપિંડીનો ભોગ બનેલા 13 જેટલા લોકોની છેતરપિંડીમાં ગયેલી અને પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરેલી કુલ રૂ. 3,03,006 મૂળ માલિકોને પરત કરી હતી. જેથી પરત મળેલા નાણા અંગે તમામ 13 ફરિયાદીઓમાં ખુશીની લહેર વ્યાપી હતી. નંદેસરી પોલીસ ઇન્સ્પેક્ટરે આ અંગે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમથી બચવા કોઈપણ નવી અજાણી લિંક નહીં ખોલવા સલાહ આપી હતી. આવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ લાવવા ગામેગામ આવા કાર્યક્રમો યોજવામાં આવે છે.


Google NewsGoogle News