મિસ ઈન્ડિયા 2024નો સેકન્ડ રનર્સ અપનો તાજ વડોદરાની આયુષી ધોળકિયાના શિરે
Miss India 2024 : મુંબઈ ખાતે ગત રાત્રે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની હાજરીમાં આયોજિત મિસ ઈન્ડિયા 2024ની 60મી આવૃત્તિની ફાઈનલમાં વડોદરાની આયુષી ધોળકિયાએ સેકન્ડ રનર્સ અપનો તાજ જીતી લીધો છે. ઉજ્જૈનની નિકિતા પોરવાલ મિસ ઈન્ડિયા બની છે. જ્યારે મુંબઈની રેખા પાંડે ફર્સ્ટ રનર અપ બની છે.
આયુષી ધોળકિયા મીડિયા અને કોમ્યુનિકેશન્સ ગ્રેજ્યુએટ છે. તેણે પરફોર્મિંગ આર્ટ્સમાં કથકની તાલીમ લીધી છે. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ ખેલાડી પણ છે. આ બધા સાથે તે અભિનય અને મોડેલિંગ ક્ષેત્રમાં નામના કાઢી રહી છે.
આયુષીએ 2019માં મિસ ટીન ઈન્ટરનેશનલ ટાઈટલ જીતનારી પ્રથમ એશિયન બનીને ઈતિહાસ રચ્યો હતો. એ પેજન્ટથી આયુષીએ કારકિર્દીની શરૂઆત કરી હતી. 15 વર્ષની ઉંમરથી તે વિવિધ NGO સાથે જોડાઈને સમાજસેવાના કાર્યોમાં પણ સક્રિય લાગેલી છે, જેમાં વૃદ્ધોની સંભાળ, બાળકોનું શિક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણ જેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે.