એક પૈડાની સાઇકલ પર ગણેશજીનું અનોખું વિસર્જન, વડોદરાના યુવાન નોંધાવ્યા અનેક વર્લ્ડ રેકોર્ડ
Vadodara Ganesh Visarjan : વડોદરામાં રહેતો રોનીત રાજેશ જોશી કે જે 8 વર્લ્ડ રેકોર્ડસ ધરાવે છે, તેણે પોતાના ઘેર શ્રી ગણેશજીની સ્થાપના કરી હતી. આજે તા.17 સપ્ટેમ્બર, મંગળવાર, રોનીત જોશીએ પોતાના પરિવાર અને મિત્રો સાથે શ્રી ગણેશજીનું વિસર્જન એક અનોખા અંદાજમાં કર્યું હતું.
વડોદરાના રોનીત જોશીએ પોતાની યુનિ સાયકલ (એક પૈડાની સાયકલ) ઉપર ગણેશજીને પોતાના નિવાસસ્થાન નાથીબાનગર વિભાગ 2, હરણી રોડ થી એરપોર્ટ થઈ હરણી કુત્રિમ તળાવ સુધી લગભગ 3 કિલોમીટર સુધી પગ ટેકવ્યા વગર લઈ જઈને વિસર્જન કર્યું હતું. આમ કરીને રોનીત જોશીએ પોતાના 9મા વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. રોનીતના આ અનોખા શ્રી ગણેશજીના વિસર્જનના વર્લ્ડ રેકોર્ડના સૌ પરિવારના સભ્યો અને તેના મિત્રવર્તુળ સાક્ષી બન્યા હતા. એક પૈડાની યુની સાઇકલનો ઉપયોગ કરીને રોનીત અગાઉ અલગ અલગ 8 રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.