Get The App

NEET Exam Paper Leak: યુથ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, નકલી નોટો ઉડાડી, 12ની અટકાયત

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
NEET Exam Paper Leak: યુથ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, નકલી નોટો ઉડાડી, 12ની અટકાયત 1 - image


NEET Exam Protest in Vadodara : નીટ પરીક્ષાના પેપર લીક બાદ આજે (25મી જૂન) યુથ કોંગ્રેસે વડોદરામાં પરીક્ષા ફરી લેવાની માંગ સાથે સયાજીગંજ વિસ્તારમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. કાર્યકરોએ નકલી નોટો ઉડાડીને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચીને યુથ કોંગ્રેસના 12 કાર્યકરોની અટકાયત હતી.

NEET Exam Paper Leak: યુથ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, નકલી નોટો ઉડાડી, 12ની અટકાયત 2 - image

યુથ કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું હતું કે, 'નીટ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય છે. ત્યારે કૌભાંડીઓ પેપર લીક કરે છે. ભાજપ સરકારના શાસનકાળમાં પેપર લીક આમ વાત બની ગઈ છે. આ પહેલા ગુજરાતમાં વિદ્યુત સહાયક અને પોલીસ ભરતીની પરીક્ષાના પેપર પણ લીક થયા છે.'

NEET Exam Paper Leak: યુથ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, નકલી નોટો ઉડાડી, 12ની અટકાયત 3 - image

યુથ કોંગ્રેસે માંગ કરી હતી કે, 'નીટ પરીક્ષા ફરી લેવામાં આવે અને પેપર લીક કરનારા કૌભાંડીઓ સામે આકરા પગલા લેવામાં આવે. આ કૌભાંડીઓના તાર પણ ભાજપના નેતાઓ સાથે જોડાયેલા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપ સરકાર પેપર લીક માટે જવાબદાર છે. દેશના શિક્ષણ મંત્રી રાજીનામુ આપે.'



Google NewsGoogle News