રૂપિયાના ટેન્શનમાં યુવાનનો ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત
વડોદરામાં માંજલપુર વિસ્તારમાં અલવાનાકા ખાતે રહેતા હસમુખ હિંમત સોલંકી ઉમર વર્ષ 47 તેની પત્ની અને બાળકોને લઈને પોતાના મૂળ વતન સોખડાખુર્દ ગામે ગયો હતો તેમજ તેની પત્નીને જણાવેલ કે મને બહુ ટેન્શન છે અને પૈસાનું દેવું થઈ ગયું છે. હું બે દિવસ પછી તમોને આવીને લઈ જઈશ તેમ કહીને પોતાના ગામમાં પત્ની અને બાળકોને મૂકી નીકળી ગયો હતો. દરમિયાન બીજા દિવસે ગામની સીમમાં ભઈલાલભાઈ ડાયાભાઈ પંચાલના ખેતરમાં આંબાના ઝાડ પર દોરડા વડે ગળા ફાંસો ખાઈ મોત વહાલું કર્યું હતું.