Get The App

ઉતરાયણ પહેલા 1000 ચાઈનીઝ તુક્કલ સાથે સ્કૂટર સવાર યુવક પકડાયા

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
ઉતરાયણ પહેલા 1000 ચાઈનીઝ તુક્કલ સાથે સ્કૂટર સવાર યુવક પકડાયા 1 - image


Vadodara : વડોદરામાં ઉતરાણ પહેલા ચાઈનીઝ ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે તપાસ કરી ચાઈનીઝ  તુક્કલ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા.

ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ પતંગ, તુક્કલ, દોરા તેમજ અન્ય ચીજો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં તેનું વેચાણ કર્યું હોવાથી પોલીસ કમિશનરે તપાસ કરવા માટે સૂચનાઓ આપી છે. 

જેના અનુસંધાનમાં એસ.ઓ.જીની ટીમે માંજલપુર ઈવા મોલ નજીક સ્કૂટર લઈ ઉભેલા બે યુવકો પાસેના બોક્સ અને તપાસતા અંદરથી 25000ની કિંમતની 1000 ચાઈનીઝ તુક્કલ મળી આવી હતી. પોલીસે કેયુર રતનસિંહ પઢિયાર અને આશિષ કેશવભાઈ પંચાલ (બંને રહે ગણેશ નગર, ડભોઇ રોડ) ની અટકાયત કરી હતી. જ્યારે જથ્થો મોકલનાર અમદાવાદના વિપિનને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News