Get The App

વડોદરા: ગોત્રી વિસ્તારમાં એક મહિલાને ઢોર માર મારતા હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
વડોદરા: ગોત્રી વિસ્તારમાં એક મહિલાને ઢોર માર મારતા હોસ્પિટલમાં એડમિટ કરવી પડી 1 - image


વડોદરાના ગોત્રી વિસ્તારમાં ત્રણ મહિલાઓએ ભેગી થઈને એક મહિલા ને ઢોર માર માર્યો હતો. ઉપરાંત તુ આજે તો બચી ગઈ પરંતુ બીજી વાર જીવતી નહીં રહેવા દઈએ તેવી ધમકી પણ આપી હતી. યુવતીને ગંભીર હાલતમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.

ગોત્રી વિસ્તારમાં મધર્સ સ્કૂલની પાછળ આવેલા જલારામ નગરમાં રહેતા દિપાલીબેન અમરિશભાઈ બોરસે એ ફરિયાદ નોંધાવી છે કે 23 જુલાઈના રોજ રાત્રિના દસેક વાગે હુ મારા ઘરમા પાડોશી સાથે ફોનમાં વાતોચીતો કરતી હતી. ત્યારે અચાનક અમારા પાડોશમાં રહેતા રશમીબેન જાનીના ભાભી અને માસી મારા ઘરના દરવાજા પાસે આવી જોરજોરથી ગાળો બોલવા લાગ્યા હતા અને થોડી વારમા રશ્મીબેનના મમ્મી પણ આવી ગયેલ અને ત્રણેય જણાએ ભેગા મળી મારા માથાના વાળ ખેંચી મને નીચે પાડી માર માર્યો હતો. આ વખતે તું બચી ગઈ છે પણ બીજી વખત જીવતી નહી રહેવા દઇએ ત્યારે મેં બુમાબુમ કરતા અમારા પડોશમાં ૨હેતા અજયભાઈ સરવૈયા તથા તેમના પત્ની હિનાબેનનાઓ આવી જઈ મને વધુ મારમાથી છોડાવેલ અને હું બેહોશ થઈ જતા અજયભાઇ અને તેના પત્ની મને તેમના ઘરે લઈ ગયા હતા.ત્યારે અજયભાઈએ માટે પતિને ફોન કરી બોલાવતા તેઓ ગૌત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડી હતી.  પોલીસે મહિલાની ફરિયાદના આધારે માર માર બે મહિલાઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.

GotriCrime

Google NewsGoogle News