વડોદરા: હાથીખાનામાં બે મહિનાથી પાણીની સમસ્યા: માટલા ફોડી વિરોધ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
વડોદરા: હાથીખાનામાં બે મહિનાથી પાણીની સમસ્યા: માટલા ફોડી વિરોધ 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર

વડોદરાનાં સંવેદનશીલ વિસ્તાર હાથીખાનાના ખત્રીવાડમાં છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યા સર્જાય છે વારંવાર રજૂઆત કરવા છતાં ધીમા અને ગંદા પાણી આવવા બાબતની કોઈ સમસ્યાનો નિકાલ થતો નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યા હજી સુધી યથાવત રહી છે આગામી દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો મહિલાઓએ માટલા ફોડીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે સંવેદનશીલ ફતેપુરાના હાથીખાના વિસ્તારમાં આવેલ ખત્રીવાડમાં છેલ્લા બે મહિનાથી પાણી ગંદુ અને ઓછા પ્રેશરથી આવે છે પરિણામે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે આ અંગે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા જતા અધિકારીઓ તપાસ માટે આવે છે પરંતુ વાયદાઓ કરીને જતા રહે છે સ્થાનિકોને પાણી બહારથી પાણીના જગ મંગાવવા પડે છે. છેલ્લા બે મહિનાથી ચાલતી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવીને કરી હતી.


Google NewsGoogle News