વડોદરા: ટ્રાફિક ડ્રાઈવ પૂરી થતાં નિયમોની ઐસી કી તેસી: નિયમોનો સરેઆમ ભંગ
Image Source: Freepik
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવિંગ ગોઠવવામાં આવે છે આ સમય દરમિયાન વાહન વ્યવહાર નિયમ અનુસાર કાર્યરત રહે છે પરંતુ ત્યારબાદ નિયમોના ધજાગરા ઉપડે છે. છાણી સર્કલ પાસે ટ્રાફિકની રોજીંદી સમસ્યા દિવસ પર રહે છે. આ અંગે ફરિયાદ કરવાથી ટ્રાફિક પોલીસ તુમાખીભર્યું વર્તન કરતા હોવાનો આક્ષેપ રોજિંદા બન્યા છે.
ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક નિયમનનું પાલન કરવા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ગોઠવવામાં આવે છે પરંતુ ટ્રાફિકની દરમિયાન વાહન વ્યવહાર નિયમ અનુસાર રહે છે. જ્યારે બીજી બાજુ ડ્રાઇવના દિવસો પૂરા થતાં જ ટ્રાફિક નિયમના ધજાગરા ઉડે છે. છાણી સર્કલ પાસે ગેરકાયદે વાહનોનો અરિંગો દિવસ ભર રહ્યા કરે છે. ટ્રાવેલ્સની બસ અને રીક્ષાના દબાણથી અકસ્માત ની શક્યતાઓ સતત રહ્યા કરે છે. જ્યારે આ અંગે ફરિયાદ કરવામાં આવે છે તો માત્ર મેમો આપીને ટ્રાફિક પોલીસ સંતોષ માને છે પરંતુ આ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ ક્યાંય દેખાતો નથી. ઉપરાંત ટ્રાફિક પોલીસને ફરિયાદ કરવાથી ક્યારેક ઉદ્ધત જવાબો મળતા હોવાના પણ આક્ષેપ થયા કરે છે.
આ રોડ રસ્તો નેશનલ હાઈવે-8 સાથે આગળ જોડાતો હોવા છતાં પણ ટ્રાફિકનું કોઈ નિયમન નહીં થતું હોવાથી સ્થાનિક રહીશોને સતત અકસ્માતનો ભય સતાવ્યા કરે છે.