વડોદરા: ગોલ્ડન ચોકડી પાસે ટ્રકમાથી રૂ 9.21 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
વડોદરા: ગોલ્ડન ચોકડી પાસે ટ્રકમાથી રૂ 9.21 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર

વિદેશી દારૂનો જથ્થો ભરીને હાલોલથી વડોદરા તરફ આવતી ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો. એસ એમ સી ની ટીમે વિદેશ દારૂ,બે મોબાઈલ ,રોકડ રકમ, અને ટ્રક મળી 24.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હરણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ મોકલનાર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરાયા છે.

વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમયાંતરે દરોડો પાડવામાં આવતો હોય છે. તાજેતરમાં જ એસએમસીની ટીમ સેવાસી ખાતે દરોડો પાડી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે એસ એમ સીની ટીમને બાતમી માફી હતી કે વિદેશી દારૂ ભરેલી ટ્રક હાલોલથી વડોદરા તરફ આવી રહ્યો છે. જેના આધારે ની ટીમે ગોલ્ડન ચોકડી નજીક આવેલા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ભગવાનદાસ ભગવાનદાસ દાન્સિંગ કુશવાહ અને મહારાજ સિંહ વૃંદાવન કુશવાહ (બંને રહે. રાજસ્થાન) મળી આવતા તેમની ધરપકડ કરી હતી જ્યારે દારૂ મોકલનાર સહિત વડોદરા ના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. જેથી બંનેને સાથે રાખીને ટ્રકમાં તપાસ કરતા ૯.૨૧ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી વિદેશી દારૂ, ટ્રક રોકડ રકમ બે મોબાઈલ મળી 24.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News