વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2024માં વાહન ચાલકો પાસેથી રૂ.4 કરોડથી વધુનો દંડ વસૂલ કરાયો
Vadodara Traffic Police : વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરનાર વાહનચો વિરુદ્ધ્ વર્ષ 2023ની સરખામણીમાં 2024માં 640 ટકા એન્ફોર્સમેન્ટની કામગીરી કરાઇ છે. બીજી તરફ વાહન ચાલકો પાસેથી 4 કરોડ ઉપરાંતનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો રોડ હોય અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે પોલીસ દ્વારા ટ્રાફિકનું સાચલન કરવામાં આવે છે. જેથી તમામ સિગ્નલ પર પોલીસ દ્વારા સિગ્નલ તોડી ભાગી જનાર વાહનચાલકો વિરુદ્ધ ઇચલણનો મેમો ફટકારવામાં આવે છે. બીજી તરફ વાહનચાલકો પોતાન પાસેની લાયસન્સ સહિતના વિવિધ ડોક્યમેન્ટસ નહી રાખીને બેફામ રીતે હેલમેટ વગર વાહન હંકારીને ટ્રાફિકના નિયમોનો ઉલ્લંઘન કરતા હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાતી હોય છે. ડીસીપી ટ્રાફિક જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરી વર્ષ 2023ની સરખામણીમાં 640% વધુ કામગીરી કરવામાં આવી છે. 10 ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનો ચાલકો પાસેથી સ્થળ પર ચારથી કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત વર્ષ 2024માં ટ્રાફિક પોલીસ દ્વારા 8 હજારથી વધુ વાહનો ડીટેઈન કરાયા છે તેમજ 700થી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ કરવા સાથે કાર્યવાહી ઈ-ચલણથી એક લાખથી વધુ નો દંડ વસૂલ કરાયો છે. આગામી દિવસોમાં ઈ-ચલણ ન ભરનાર વાહન ચાલકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરી સ્થળ પર દંડ ભરાવવામાં આવશે.
વર્ષ 2024માં ફેટલ એક્સિડન્ટમાં 10 ટકાનો ઘટાડો નોધાયો
વર્ષ 2024માં રોંગ સાઈડ વાહન હંકારતા 330 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેમાં ઓવર સ્પીડિંગ દ્વારા વાહન ચલાવતા 2700થી વધુ ઓવર સ્પીડિંગ કરનારા દંડાયા કરાયા હતા. સાડા પાંચસોથી વધુ અકસ્માતના કેસ નોંધાયા છે. સાથે ટ્રાફિક પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરાતા ગયા વર્ષની સરખામણીમાં ફેટલ એક્સિડન્ટમાં 10% નું ઘટાડો નોંધાયો છે. ટ્રાફિકનું નિવારણ કરવા માટે શહેરમાં વીએમસી અને હાઇવે પર એન.એચ.એ.આઈને સાથે રાખીને વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવે છે.