વડોદરા: સ્ટાર રેસીડેન્સીના મહાઠગ બિલ્ડર જયેશ પટેલ જેલના સળિયા પાછળ ધકેલાયો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
વડોદરા: સ્ટાર રેસીડેન્સીના મહાઠગ બિલ્ડર જયેશ પટેલ જેલના સળિયા પાછળ ધકેલાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર

વડોદરા સ્ટાર રેસીડેન્સીના બિલ્ડર જયેશ પટેલે મકાનો વેચવાના નામે કરોડોનો ચૂનો ચોપડીઓ હતો.જેમાં ઠગ સામે 24-25 ફરિયાદ નોંધાઇ છે. ગોત્રી પોલીસે તેની ધરપકડ કરી કોર્ટના રજૂ કરતા કોર્ટે તેને જેલના હવાલે કર્યો હતો. જોકે હજુ એક ગુનાની તપાસ ઇકો સેલ કરતી હોય બિલ્ડરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ થી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

ભાયલી સ્થિત સ્ટાર રેસીડેન્સી ના બિલ્ડર જયેશ પટેલ દ્વારા દુકાન અને મકાન વેચવાના બહાને અને ગ્રાહકો પાસેથી કરોડો પડાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. મહાઠગ બિલ્ડર સામે અત્યાર સુધીમાં 24-25 ઠગાઇ કર્યા ફરિયાદો નોંધાઈ ચૂકી છે. અનેક લોકોને કરોડોનો ચૂનો ચોપડીને વિદેશ ભાગી જવાની ફિરાગમાં ફરતા બિલ્ડર ને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં ગોત્રી પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. જોકે તેની પાસેથી પોલીસ દ્વારા કોઈ તટસ્થ પુરાવા કઢાવી શકી ન હતી. બિલ્ડર બિન્દાસ રીતે બહાર ફરી રહ્યો હતો. દરમિયાન અન્ય ચાર ગ્રાહકો સાથે દોઢ કરોડ ઉપરાંતની છેતરપિંડી ને ફરિયાદ ફરી નોંધાતા ગોત્રી પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલના હવાલે કર્યો હતો. દરમિયાન વધુ એક ગુનામાં ઇકો સેલની ટીમે સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News