Get The App

વડોદરા એસટી ડિવિઝને અમિતનગર ચાર રસ્તા પાસેનું એસટી સ્ટોપેજ ફરી શરૂ કર્યું

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
વડોદરા એસટી ડિવિઝને અમિતનગર ચાર રસ્તા પાસેનું એસટી સ્ટોપેજ ફરી શરૂ કર્યું 1 - image


Vadodara Amitnagar Bus Stop  : વડોદરા એસટી ડિવિઝન દ્વારા અમિત નગર ચાર રસ્તા નજીક એસટી બસ સ્ટેશન ફરી એક વખત સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે.

 કેટલાક વર્ષો પહેલા અકસ્માતના કારણે અહીંથી બસ સ્ટોપ ખસેડીને સમા તળાવ નજીક લઈ જવામાં આવ્યું હતું. જેના કારણે અમદાવાદ જવા માગતા મુસાફરોને કાં તો સેન્ટ્રલ એસટી ડેપો અથવા તો સમા જવું પડતું હતું. મોટાભાગનાને અમિત નગર ચાર રસ્તા પાસેનું સ્થળ વધારે અનુકૂળ આવતું હતું.

 અહીંયા એસટી બસો ઉભી રહેતી બંધ થઈ હોવાથી ગેરકાયદેસર મુસાફરો ભરીને જતા વાહન ચાલકોને ફાયદો થતો હતો. ઘણી વખત ગરજનો લાભ લઈને મુસાફરો પાસે ખાનગી વાહનો ના ચાલકો વધારે પૈસા પણ પડાવતા હતા. 

જોકે વડોદરા પોલીસ દ્વારા અપાયેલી સૂચના અને માર્ગદર્શન બાદ એસટી વિભાગે ફરી એક વખત અમિત નગર ચાર રસ્તા પાસે સત્તાવાર રીતે બસ સ્ટોપેજ આજથી શરૂ કરાયું છે. 

એસટીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે હવે પછી દક્ષિણ ગુજરાત તરફ જતી કે પછી સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ જતી એસટી બસો અહીંયા ઉભી રહેશે. મુસાફરો અમિત નગર ખાતેથી પણ ચઢ ઉતર કરી શકશે.


Google NewsGoogle News