Get The App

આ રૂટ પર બસ લઈને આવીશ તો તને પતાવી દઈશ તેવી એસટી બસના ચાલકને ધમકી

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
આ રૂટ પર બસ લઈને આવીશ તો તને પતાવી દઈશ તેવી એસટી બસના ચાલકને ધમકી 1 - image


કરજણ એસ ટી સ્ટેન્ડ પર પાર્ક કરતાં ચાલકને  કેબિનમાંથી બહાર કાઢીને એક ટુ વ્હિલર ચાલકે માર મારી ખુલ્લેઆમ ધમકી આપી હતી.

કરજણ પોલીસ મથકમાં મહેન્દ્રભાઇ ધુળાભાઇ પારગીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કરજણ ડેપો દ્વારા ત્રણ વર્ષથી જે રૂટ પર ફરજ ફાળવવામાં આવે ત્યાં બસ લઈને જઉ છું. તા.21, ફેબ્રુઆરીના રોજ પાદરા બસમાં ફરજ ફાળવવામાં આવી હતી. જેથી નાઇટ ટ્રીપ મારવા માટે પાદરાના સ્ટેન્ડ પર બસ લગાવતો હતો ત્યારે એક અજાણ્યા શખ્સે બસ આગળ પોતાનું ટુ વ્હીલર આડું મુકીને નીચે ઉતર્યો હતો. અને કેબિન ખોલીને મને નીચે ઉતારીધમકી આપી હતી કે અણસ્તુ પહેલા નાળુ બને છે, ત્યાં કેમ બસ ઊભી રાખતો નથી તેમ કહી લાફા અને લાતો મારી હતી. આ વખતે લોકો આવી જતાં કહેતો ગયો કે, તું આ રૂટ પર બસ લઇને આવીશ તો તને પતાવી દઇશ. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તે સ્થળ પરથી નાસી છુટ્યો હતો. વાહન નંબરના આધારે વાહન ચાલક સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાતા  પોલીસે વધુ કાર્યવાહી તેજ કરી છે.


Google NewsGoogle News