વડોદરામા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 82,095ના જન્મ અને 86,365ના મૃત્યુ

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
વડોદરામા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 82,095ના જન્મ અને 86,365ના મૃત્યુ 1 - image


- મરણનું પ્રમાણ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળ્યું 

- 52,689 પુરુષના મરણ જ્યારે સ્ત્રીઓના મૃત્યુનો આંક 33,716 

- આરટીઆઈ માં બહાર આવેલી વિગતો 

વડોદરા, તા. 01 ઓક્ટોબર 2023, રવિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન નોંધણી શાખામાં વર્ષ 2020 થી ઓગસ્ટ 2023 સુધીમાં એટલે કે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કેટલા જન્મ અને મરણ તેમજ કેટલા લગ્નની નોંધણી થઈ તેની વિગતો આરટીઆઈ હેઠળ માગી હતી. જેમાં સાડા ત્રણ વર્ષ દરમિયાન જન્મના આંકડા કરતા મરણનો આંકડો વધુ જોવા મળ્યો છે. 

સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ટીમ આરટીઆઈના પ્રમુખે કરેલી આરટીઆઈમાં મળેલી વિગતો મુજબ  સાડા ત્રણ વર્ષમાં કુલ 86,365 ના મરણ થયા છે જેમાં મરણનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઘણું ઓછું જણાયું છે. કુલ 52,689 પુરુષના મરણ થયા છે જેની સામે સ્ત્રીઓના મરણનો આંક 33,716 છે. એ જ પ્રમાણે આ સમયગાળા દરમિયાન કુલ 82,095 ના જન્મ થયા છે. જેમાં બોયઝ 53,586 છે, જ્યારે ગર્લ્સ 48,509 છે ,એટલે કે બહુ નોંધપાત્ર ફરક દેખાતો નથી. કેટલા લગ્નની નોંધણી થઈ તેની વિગત માંગતા 38219  લગ્નોની નોંધણી થઇ હોવાનું બહાર આવ્યું હતું.


Google NewsGoogle News