Get The App

વડોદરા: લાકડાની સો મિલને મારેલા સીલ ખોલી આપવા એસો. દ્વારા મ્યુ.કમિ.ને રજૂઆત

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
વડોદરા: લાકડાની સો મિલને મારેલા સીલ ખોલી આપવા એસો. દ્વારા મ્યુ.કમિ.ને રજૂઆત 1 - image


Image Source: Freepik

રાજકોટના અગ્નિકાંડની દુર્ઘટના બાદ બાલિકા તંત્ર ના ફાયર બ્રિગેડ દ્વારા લાકડાની કેટલીક સો મિલને મારવામાં આવેલા સીલ અંગે સો મિલ સંચાલકો એસો. દ્વારા આવેદન પત્ર - સો મિલ એસો. દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ફાયર વિભાગ દ્વારા રાજકોટની દુર્ઘટના બાદ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે અનેક વિસ્તારમાં લાકડાના સો મીલ એકમોને સીલ મારવામાં આવ્યા છે, ત્યારે સો મિલ એસો. દ્વારા મ્યુ. કમિશનરને વિવિધ પડતર પ્રશ્નો સહિત ફાયર વિભાગ દ્વારા મારવામાં આવેલા સીલ બાબતે આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હતું. આ અંગે સમય આપવા માગ કરવામાં આવી હતી.

વડોદરા મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ફાયર વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી માટેની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં મકરપુરા, ગોરવા સહિતના વિસ્તારોમાં કેટલી ક સો મિલ ઉપર ચકાસણી કરવામાં આવી હતી. લાકડાના પીઠામાં જ ફાયર સેફટીના સાધનોની સુવિધા યોગ્ય ન હોવાથી તેને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે વડોદરા સો મિલ એસો. દ્વારા મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સો મીલ સંચાલકોની રજૂઆત મ્યુનિ. કમિશનર દ્વારા સાંભળી ફાયર વિભાગને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.


Google NewsGoogle News