પ્રથમ વરસાદમાં જ વડોદરા પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી પર પાણી ફરી વળ્યું, નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી...
Monsoon Season in Vadodara : ઉનાળાની ત્રાહિમામ ગરમીથી ત્રસ્ત નગરજનોને અંતે રાહત મળી છે. વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતના કેટલાક તાલુકામાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. જોકે પ્રથમ નજીવા વરસાદમાં જ વડોદરા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. સોસાયટીઓના ઇન્ટર્નલ રસ્તે પણ પાણી ભરાઈ ગયા હતા. જોકે હાલમાં જ સોમા તળાવ વિસ્તારમાં આવેલી દર્શનામ આંગન પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જોકે આ વિસ્તારમાં પ્રોજેક્ટ શાખાએ પાણી ભરાવાની કાયમી સમસ્યાથી છુટકારો અપાવવા નવી લાઈન નાખી હતી. પરંતુએ પણ પાણીનું નામ 'ભૂ' સાબિત થયું હતું. સાહેબ જિલ્લામાં ધોધમાર પ્રથમ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાનો સૌથી વધુ વરસાદ કરજણ ખાતે 26 મીમી-એક ઇંચ થી વધુ મેઘાની એન્ટ્રી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગરમીની સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 45 અંશ ડિગ્રીથી 48 અંશ ડિગ્રીનો તાપ લોકો સહન કરીને ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. દરમિયાન વાતાવરણમાં મોડી રાત્રે એકાએક પલટો આવ્યો હતો અને હળવા વરસાદ સહિત વહેલી સવારે ધોધમાર વરસાદી ઝાપટુ તૂટી પડ્યું હતું. પ્રથમ વરસાદના આગમનથી જ લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસારવાનો અનુભવ થયો હતો. જ્યારે બીજી બાજુ પાલીકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી મોટાભાગે પૂરી થઈ હોવાના બણગા ફૂક્યા હતા. તંત્રની પ્રમોશન કામગીરીના ધજાગરા પહેલા વરસાદમાં જ ઉડ્યા હતા. શહેરમાં માત્ર અર્ધા ઇંચ જેટલો પ્રથમ વરસાદ પડ્યો હતો છતાં પણ કેટલાક વેચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકાની પ્રમોશન કામગીરી ખુલ્લી પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી ઠેર ઠેર વાહનોના વ્હીલ પાણીમાં ડૂબી જતા રસ્તા વચ્ચે બંધ પડી જવાથી ધક્કા મારવાની નોબત આવી હતી. વહેલી સવારે 6 વાગ્યાથી સતત બે કલાક જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનો ને રાહત મળવા સહિત ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.