વડોદરા: દક્ષિણ વિસ્તારમાં તા. 3થી 7 જૂન સુધી સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે
Image Source: Freepik
વડોદરા શહેરના દક્ષિણ વિભાગના જુદા જુદા તરસાલી માંજલપુર લાલબાગ સહિતના વિસ્તારોમાં અલગ અલગ દિવસોએ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તા. 3 થી 7 જૂન સુધીસવારે 6:00 વાગ્યાથી સવારે 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે અને રીપેરીંગ કામ વહેલું પૂરું થવાથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પ્રવાહ શરૂ કરી દેવાશે.
આ અંગેની વિગત એવી છે કે તરસાલી સબ ડિવિઝન ઉમા ફીડર ના વિવિધ વિસ્તાર ખાતે તા. 7 જૂન જ્યારે માંજલપુર સબ ડિવિઝનના જી-1 ફિડરના વિવિધ વિસ્તારોમાં તા. 3જી જૂન અને તુલસીધામ ફીડર વિસ્તારના જુદા જુદા એરિયામાં તા. 7મી જુન સહિત લાલબાગ સબ ડિવિઝનના જુદા જુદા વિસ્તારોમાં તા. ૭મી જૂને નિયત સમય દરમિયાન રહેશે. રીપેરીંગ કામ થતા જ તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો શરૂ કરી દેવાશે. આ અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં નહીં આવે તેવી સૂચના લાલબાગ વિભાગ કચેરી દ્વારા કરવામાં આવી છે.