Get The App

વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે પોલીસ તંત્ર દ્વારા 500 ટુ-વ્હીલર ચાલકોને ઉત્તરાયણ પૂર્વે સેફટી ગાર્ડ લગાવી અપાયા

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે પોલીસ તંત્ર દ્વારા 500 ટુ-વ્હીલર ચાલકોને ઉત્તરાયણ પૂર્વે સેફટી ગાર્ડ લગાવી અપાયા 1 - image


Vadodara Police : ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓનો વેચાણનો વિચાર કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. બીજી તરફ પોલીસ ટુ વ્હીલર દોરાથી ઈજાના થાય તેના માટે પણ સરાહનીય કામગીરી કરી રહી છે. જેમાં ડીસીપી ઝોન 4, એસીપી તેમજ કુંભારવાડા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા સંગમ ચાર રસ્તા પાસે દુકાનોમાં ચેકિંગ કરાયું હતું તથા ટુ વ્હીલર ચાલકોને 500 સેફટીગાર્ડ પણ લગાવી આપવામાં આવ્યા હતા.

 વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તેમજ અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-4 પન્ના મોમાયા તથા મદદનીશ પોલીસ કમિશ્નર જી-ડીવીઝન એમ.પી.ભોજાણી  તથા મદદનીશ પોલીસ કમિશ્નર એચ-ડીવીઝન અધ્યક્ષતામાં આગામી મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોય કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. પાંડવ તથા કારેલીબાગ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ.વ્યાસ તથા સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર.ગૌડ તથા કુંભારવાડા તથા કારેલીબાગ સ્ટાફના માણસો સાથે સંગમ ચાર રસ્તા આગળના જાહેર રોડ ઉપર કુંભારવાડા તથા કારેલીબાગ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ટ્રાફીક અવેરનેસના ભાગેરૂપે ટુ-વ્હીલરના ચાલકોને ચાલુ વાહને પતંગની દોરીથી ગળા તથા શરીરના કોઇ ભાગે ઇજા ન થાય તે માટે ટુ-વ્હીલરની આગળના ભાગે લોખંડના સેફટીગાર્ડ(સળીયા) નંગ-500 લગાવી આપવામાં આવ્યા હતા.  આગામી મકરસંક્રાતિ અનુસંધાને પ્રતિબંધીત પતંગની ચાઇનીઝ દોરીથી લોકોના ગળા તથા શરીરના ભાગે ઇજાઓ થતી હોવાના કારણે પ્રતિબંધીત ચાઇનીઝ દોરી તથા પ્લાસ્ટીકની દોરી તથા ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા તથા ઉત્પાદન કરતા તથા ઉપયોગ કરતા ઇસમોની અત્રેના કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા દોરી-પતંગોનું વેચાણ કરતા તથા દોરી રંગનાર ઇસમોની તપાસ તથા 22 દુકાનો ચેક કરવામાં આવેલી છે.


Google NewsGoogle News