પ્રથમ DGP કપ યોગાસનમાં વડોદરા પોલીસ ચેમ્પિયનઃ DCP માં એકમાત્ર પન્ના મોમાયાને મેડલ મળ્યું
વડોદરાઃ વડોદરા શહેરમાં યોજાયેલી પ્રથમ ડીજીપી યોગાસન ચેમ્પિયનશિપનું આજે બે દિવસ બાદ સમાપન કરવામાં આવ્યું હતું.
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા બે દિવસના કાર્યક્રમમાં રાજ્યભરના પોલીસની ૧૨ ટીમોના ૭૫ પ્લેયર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.જેમાં મહિલા અને પુરૃષના વય મુજબ ચાર ગ્રુપમાં ચેમ્પિયનશિપ યોજાઇ હતી.
સ્પર્ધકોએ ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટીક સિંગલ યોગાસન,આર્ટિસ્ટીક પેર યોગાસન,રીધમિક પેર યોગાસન અને આર્ટિસ્ટીક ગુ્રપમાં ભાગ લીધો હતો.જેમાં વડોદરાની ટીમ ચેમ્પિયન ઘોષિત થતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે શહેર પોલીસકમિશનર નરસિમ્હા કોમરને અભિનંદન આપ્યા હતા.ચંદ્રકો મેળવનારાઓમાં એક માત્ર મહિલા ડીસીપી પન્ના મોમાયાનો પણ સમાવેશ થાય છે.જેમને ટ્રેડિશનલ સિંગલ યોગાસનમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયું છે.