Get The App

પોલીસથી બચવા બુટલેગરોએ દારૂની ડિલિવરીની પદ્ધતિ બદલી, મધ્યપ્રદેશથી દારૂની હેરાફેરી કરતા પતિ પત્ની પકડાયા

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
પોલીસથી બચવા બુટલેગરોએ દારૂની ડિલિવરીની પદ્ધતિ બદલી, મધ્યપ્રદેશથી દારૂની હેરાફેરી કરતા પતિ પત્ની પકડાયા 1 - image


Vadodara Liquor Smuggling  : પોલીસથી બચવા માટે બુટલેગરો દ્વારા દારૂની ડિલિવરીની જુદી-જુદી તરકિબો અજમાવવામાં આવતી હોય છે. જે પૈકી આજે એક દંપતી પોલીસના હાથે ઝડપાઈ ગયું છે.

ડભોઇ રોડના ગણેશ નગર પાસેથી પોલીસને જોઈ દારૂના થેલા માથે મૂકી જઈ રહેલા પતિ પત્નીએ ઝડપભેર ચાલવા માંડતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસ તેની પાછળ ગઈ ત્યારે બંને પતિ પત્ની રીક્ષામાં બેસીને ફરાર થાય તે પહેલા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. 

પોલીસે બંનેના થયેલા તપાસતા અંદરથી રૂપ 15000 ની કિંમતની દારૂની જુદી-જુદી બ્રાન્ડની 120 બોટલ મળી આવી હતી. પૂછપરછમાં પતિનું નામ નારાયણ દલસિંગ તોમર અને તેની પત્નીનું નામ થાવલી (ચોહજી ગામ, અલીરાજપુર,મધ્યપ્રદેશ) હોવાનું ખુલ્યું હતું. દારૂનો જથ્થો બુટલેગર દિપક ઉર્ફે સહેવાગે મંગાવ્યો હોવાની માહિતી મળતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.


Google NewsGoogle News