ચાઈનીઝ દોરીઓના જથ્થો શોધવા ગયેલી વડોદરા પોલીસને માત્ર ત્રણ રીલ હાથ લાગી, મહિલાની ધરપકડ
Vadodara : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈનીઝ દોરીઓ તેમજ તુક્કલનું ધૂમ વેચાણ થતું હોવાની વિગતોને પગલે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે દરમિયાન ગઈકાલે એક મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરા, પતંગો અને તુક્કલના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. માંજલપુર અને પાણીગેટ વિસ્તારની દુકાનમાંથી તાજેતરમાં જ ચાઈનીઝ દોરીઓ અને તુક્કલનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો.
વડોદરાના પદમલા વિસ્તારમાં આવેલા માડી મહોલ્લામાં એક મહિલા પાસે ચાઈનીઝ દોરીઓનો મોટો સ્ટોક હોવાની વિગતો મળતા છાણી પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે ઘરમાં શોધખોળ કર્યા બાદ પોલીસને રૂદોડ હજારની કિંમતની માત્ર ત્રણ દોરી મળી હતી. જેથી લક્ષ્મીબેન રમણભાઈ માળી સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.