'દૂરથી રામ-રામ', 'ખેસ કાઢી નાંખો...': વડોદરામાં કિટ વહેંચવા આવેલા ભાજપ નેતાઓને લોકોએ ઘેર્યા
Heavy Rain In Vadodara : રાજ્યમાં ઑગસ્ટ મહિનાના અંતમાં અતિભારે વરસાદને કારણે વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. તેવામાં પૂરના પાણી ઓસર્યા બાદ કેટલાક સ્થાનિક પક્ષ અને વિરોધ પક્ષના નેતા શહેરની મુલાકાતે આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસેની સોમનાથ સોસાયટીમાં અનાજની કિટ વિતરણ કરવા જતા બાજુની સોસાયટીના રહીશો દ્વારા નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં શિક્ષણમંત્રી સહિતના નેતા સામે સ્થાનિકોનો રોષ
વદોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ સ્થાનિક તંત્રનો લોકો વિરોધ કર્યો હતો. આ દરમિયાન જે પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેતાઓ પહોંચે તો તેમને બહિષ્કાર કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસેની સોમનાથ સોસાયટીમાં અનાજની કિટ વિતરણ કરવા પહોંચતા અમુક સ્થાનિક લોકોએ 'અમારે કિટની નહીં, પરંતુ પાણીના નિકાલની જરૂરિયાત છે' તેમ કહીને ભાજપના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સહિતના નેતાઓના સામે વિરોધ નોંધ્યો હતો. તેવામાં ભાજપના સ્થાનિક કાર્યકરો અને દંડક દ્વારા વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક સ્થાનિકે જણાવ્યું હતું કે, 'વર્ષોથી ભાજપ સાથે છીએ, પરંતુ હવે ભાજપથી દૂર રહેવું પડશે.'
શિક્ષણમંત્રીએ શું કહ્યું?
આ દરમિયાન શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, 'હું શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું, પૂરની સ્થિતિ સામે હું સ્થાનિકોને લઈને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. આ સાથે અમારી શિક્ષણ વિભાગની ટીમ દ્વારા શહેરમાં વહેલીતકે શિક્ષણકાર્ય શરું થાય તે માટે કાર્યરત છે. આ સાથે પૂરના કારણે નાશ પામેલા પુસ્તકોનો સર્વે કરીને પુસ્તકો પૂરા પાડવામાં આવશે.'
આ પણ વાંચો : અમદાવાદથી લઈને સુરત સુધી મેઘમહેર: ગુજરાતનાં 111 તાલુકા તરબોળ, જુઓ ક્યાં કેટલો વરસાદ
4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે. જેમાં. રાજ્ય શિક્ષણ વિભાગે 4000 જૂના શિક્ષકોની ભરતી બહાર પાડી છે. જેમાં 2000 માધ્યમિક અને 20 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટે આગામી 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.