કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ અને ચેપી રોગના દવાખાના પાસે વરસાદના કારણે મસ મોટા ભુવા પડ્યા
Karelibagh L and T Circle:
વડોદરા શહેરમાં ગઈકાલે ભારે વરસાદના કારણે વડોદરા ના અનેક પાણીથી તરબતર થઈ ગયા હતા અને કેટલાય વિસ્તારોમાંથી વરસાદી પાણી હજી સુધી ઉતરવાનું નામ નથી લેતા ત્યારે કારેલીબાગ એલ એન્ડ ટી વિસ્તારમાં વિશાળકાય ભુવો પડ્યા બાદ આજે સવારે કારેલીબાગ ચેપી રોગના દવાખાના પાસે નાના નાના ત્રણ થી ચાર ભુવા હતા.
આ ભુવા પર થી વાહનો પસાર થતાં એક મસમોટા ભુવામાં આ નાના ભુવા ફેરવાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુ પહેલા જ આ રોડ લોહાણા સેવા સમાજથી બહુચરાજી ત્રણ રસ્તા સુધી નવો બનાવવામાં આવ્યો હતો. પરંતુ કહેવાતા પાંચ કરોડ રૂપિયાની પ્રીમોનસૂન કામગીરીના તમામ નાણા ભુવામાં ગરકાવ થઈ ગયા હોય એવી શક્યતાઓ સેવાઈ રહી છે. શહેરના જે વિસ્તારોમાં અગાઉના વર્ષોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા ન હતા તેવા વિસ્તારોમાં પણ થયેલી પ્રમોશન કામગીરી ના કારણે હાલની સિઝનમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોમાં પ્રીમોનસૂન કામગીરી થઈ છે. કે કેમ કે પછી કાગળ પર છે. એ વિશે શંકા કુશંકાઓ સેવી રહ્યા છે.