વડોદરા: મકાનના બારણા સુધી મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
વડોદરા: મકાનના બારણા સુધી મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો 1 - image


વડોદરા નજીક ગામમાં ફરી એકવાર મગર મકાનના બારણા સુધી આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 

ભાઈલી નજીક આવેલા રાયપુરા ગામે ગઈકાલે રાત્રે તળાવ પાસેના એક મકાનની બહાર છ ફૂટનો મગર આવી ગયો હતો. પરિવારજનોનું ધ્યાન જતા તેઓ ગભરાઈ ગયા હતા અને થોડી જ વારમાં લોકોનો ટોળા જામ્યા હતા. 

બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા લગભગ પોણો કલાકની જહેમત બાદ મગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ ની સાથે ગામ લોકો પણ મદદમાં જોડાયા હતા.



Google NewsGoogle News