Get The App

માલિક-શ્વાનના પ્રેમની મિશાલ : વહાલા શ્વાનને નર્મદા કેનાલમાં ડૂબતો બચાવવામાં માલીકે મોતને વ્હાલ કર્યું

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
માલિક-શ્વાનના પ્રેમની મિશાલ : વહાલા શ્વાનને નર્મદા કેનાલમાં ડૂબતો બચાવવામાં માલીકે મોતને વ્હાલ કર્યું 1 - image


Vadodara : વડોદરા શહેરના છેવાડા અંકોડીયા કેનાલમાં પોતાના વ્હાલ સોયા શ્વાનને બચાવવા માલિકે છલાંગ મારી હતી. જેમાં શ્વાનતો બચી ગયું પણ માલિકનું મોત થયું હતું જે ઘટના એક માનવ અને પશુ પ્રત્યેના પ્રેમની મિશાલ આપે છે. 

સમગ્ર ઘટના એમ છે કે દર્શન ક્લબ લાઇફ પાસે રહેતા રઘુનાથ પિલ્લેની 51 વર્ષની ઉંમર છે અને તેઓ અંકોડિયા નર્મદા કેનાલની બાજુની જગ્યામાં તેમના શ્વાન સાથે વોક પર નીકળ્યા હતા, વોક કરતા કરતા શ્વાન નર્મદા કેનાલમાં પડી જતા રઘુનાથ પિલ્લેએ પોતે શ્વાનને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી હતી જેના કારણે સ્વાન તો બચી ગયું હતું પણ રઘુનાથ પિલ્લેનું મોત નીપજ્યું હતું. જે બાબતે  વડીવાડી ફાયર વિભાગને જાણ થતાં રઘુનાથ પિલ્લેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો ત્યારે જેમ એક અબોલ અને મૂંગું પ્રાણી શ્વાન પોતાના માલિક માટે વફાદાર હોય છે તેમ માલિક પણ શ્વાન માટે પોતાની વફાદારી નિભાવે છે અને આ ઘટનાએ માલિક તેમજ શ્વાન વચ્ચેનો અતૂટ પ્રેમ તેમજ વફાદારી તાદશ્ય કરી છે. જે આજના આધુનિક સમયના કાળા માથાના માનવી માટે એક શીખ છે તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News