વડોદરાઃ 45 ગુનાઓમાં સંડોવાયેલો નામચીન હુસેન સુન્ની અને બે સાગરીતો પાસામાં જેલભેગા
વડોદરા: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 45થી વધુ ગુનામાં સંડોવાયેલો નામચીન હુસૈન સુન્ની અને તેના બે સાગરીતોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે.
ભુતડીજાપા થી કારેલીબાગ જતા માર્ગ ઉપર આવેલા કાસમ આલા કબ્રસ્તાન પાછળ રહેતો નામચીન ગુનેગારોએ હુસૈન સુન્ની સામે હુમલા, દારૂ અને જુગાર સહિતના 45થી વધુ ગુના નોંધાયા છે.
હુસેન અને તેના સાગરિતો જેલમાંથી બહાર આવ્યા હોવાની વિગતો મળતાં કારેલીબાગ પોલીસે હુસેન કાદરમીયા સુન્ની, ઇમરાન ઉર્ફે ઈસ્માઈલ પઠાણ ત્યાં હશે નરેશ ગોવિંદભાઈ હોમેરા ની પાસા હેઠળ અટકાયત કરી અનુક્રમે જકોટ,જામનગર અને પોરબંદર જેલમાં મોકલી આપ્યા છે.