આખરે નામચીન બુટલેગર જુબેર ઝડપાયો, પોલીસ પર હુમલો થયો હતો, 66 ગુનામાં સંડોવણી
વડોદરાના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં પકડાયેલા 22 લાખના દારૂના કેસમાં વોન્ટેડ સૂત્રધાર ને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના કટીંગ દરબાર દરમિયાન દરોડો પાડતા પોલીસ ઉપર ફાયરિંગ થયું હતું. જેથી પોલીસે ફાયરિંગ કરી ત્રણ ખેપીયાઓને ઝડપી પાડી 22 લાખનો દારૂ કબજે કર્યો હતો.
આ ગુનામાં નામચીન બુટલેગર જુબેર મેમણનું નામ ખુલ્યું હતું. બનાવનાર સ્થળેથી તે કારમાં ફરાર થઈ ગયો હોવાની પણ વિગતો બહાર આવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તારાપુર પાસેના જલ્લા ગામ પાસેથી જુબેર સફીભાઈ મેમણ (નાલ બંધવાડા, વાડી,વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. જુબેર સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 66 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની પણ વિગતો જાણવા મળી છે.