વડોદરામાં 461 હિન્દુ પરિવારો વચ્ચે એક લઘમુતીને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવાતા વિવાદ
Mukhyamantri Awas Yojana In Vadodara: વડોદરાના હરણી વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના મોટનાથ રેસિડેન્સીમાં લઘુમતી સમાજના વ્યક્તિને મકાન ફાળવવામાં આવતા તેનો ઉગ્ર વિરોધ થયો છે. મોટનાથ રેસિડન્સી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારો તેમજ રહીશોને અજાણ રાખીને એક મકાન લધુમતીને ફાળવવામાં આવ્યું છે.
461 મકાનમાં હિંદુ રહેતા હોવા છતાં લઘુમતીને મકાન ફાળવી દીધું
મોટનાથ રેસિડન્સી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખના જણાવ્યાનુસાર, અહીં તમામ 461 મકાનો હિંદુના હોવા છતાં તેમજ સમગ્ર વિસ્તારમાં એકપણ લધુમતીનું મકાન ન હોવા છતાં એક મકાન ફાળવવામાં આવ્યું છે. જે અંગે રાજ્યપાલ, રાજ્ય સરકાર તેમજ વડોદરાના સંબંધિત અધિકારીઓ અને હોદ્દેદારોને પણ આ બાબતે રજૂઆત કરી છે, તેમ છતાં સોસાયટીના હોદ્દેદારો પાસે જેણે મકાન મેળવ્યું છે. તેના દ્વારા મકાન અને લગતા ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે. જેનો અહીં રહેતા હિંદુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
આ લઘુમતીને મકાન કોઈ લધુમતી વસ્તી ધરાવતી સ્કીમમાં ફાળવી આપવા અને હવે પછી અહીં બાકી રહેલા 20 મકાનોમાંથી એકપણ મકાન લધુમતીને નહીં ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.