Get The App

MSUની લો ફેકલ્ટીની પરીક્ષાના સમયે ધાર્મિક સ્થાનના લાઉડ સ્પીકરને લીધે વિદ્યાર્થીઓ પરેશાન : કાર્યવાહી કરવા પોલીસના શરણે

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
MSUની લો ફેકલ્ટીની પરીક્ષાના સમયે ધાર્મિક સ્થાનના લાઉડ સ્પીકરને લીધે વિદ્યાર્થીઓ પરેશાન : કાર્યવાહી કરવા પોલીસના શરણે 1 - image


M S University Vadodara : મસ્જિદના લાઉડ સ્પીકર બાબતે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ લાઉડ સ્પીકરના અવાજથી કંટાળી ફરિયાદ નોંધાવી છે. એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો ખાતે સવારે 11:30 થી બપોરે 2:30 કલાક સુધી વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. પરંતુ, બપોરે 1:15 કલાકે 20 મિનિટ સુધી નજીકની મસ્જિદમાંથી વધુ અવાજને કારણે પરીક્ષા દરમિયાન આ પરિસ્થિતિ વચ્ચે ઘણા વિદ્યાર્થીઓને માનસિક હેરાનગતિ થઈ રહી છે. જેથી આ બાબતે તુરંત પગલાં ભરવામાં આવે મસ્જિદના લાઉડ સ્પીકરનો અવાજ પરીક્ષાની તૈયારીઓમાં મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. 

લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ફતેગંજ પોલીસ અને પોલીસ કમિશનર ઓફિસ ખાતે લેખિતમાં અરજી આપી પરીક્ષાના સમયે ધાર્મિક સ્થાન પરથી જોરથી વાગતા લાઉડ સ્પીકર ધીમા કરાવવા માંગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News