Get The App

ટોલ ટેક્સમાં બમણો વધારાની પુનઃ વિચારણા અંગે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી રજૂઆત કરી

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
ટોલ ટેક્સમાં બમણો વધારાની પુનઃ વિચારણા અંગે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી રજૂઆત કરી 1 - image


Vadodara : વડોદરા-ભરૂચ વચ્ચે કરજણ પાસે ટોલટેક્સમાં અચાનક બમણો વધારો કરવામાં આવ્યો છે તેમાં ઘટાડો કરવા વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પત્ર પાઠવી માંગણી કરી છે.

વડોદરાના સાંસદ હેમાંગ જોશી એ પત્રમાં જણાવ્યું છે કે,25 નવેમ્બરથી, વડોદરા-ભરૂચ રૂટ પર ટોલ ટેક્સમાં અચાનક અને ભારે વધારો કરવામાં આવ્યો છે, જેમાં મુસાફરી માટેના ચાર્જ 155 થી વધીને 230 થઈ ગયા છે. આ 50% નો વધારો બોજારૂપ છે. લાખો વ્યક્તિઓ કે જેઓ તેમના કામ માટે વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી કરે છે તેઓને હાલાકી થશે. આ ઉપરાંત જો કોઈ વાહન એક જ ટોલ પ્લાઝા પરથી 24 કલાકની અંદર બેથી વધુ વખત પસાર થાય છે, તો હવે વધારાની રકમ વસૂલવામાં આવે છે, જેથી ટોલ ચાર્જમાં ઘટાડો અને  24-કલાકની અંદર ફરી પાસ થવા માટે વધારાની ટોલ ફીની પ્રથા બંધ થાય તે જરૂરી છે.

25 નવેમ્બર 2024 થી વડોદરા-ભરૂચ રૂટ પર ટોલ ટેક્સમાં અચાનક અને ભારે વધારો કરવામાં આવ્યો છે, જેમાં મુસાફરી માટેના ચાર્જ 155 થી વધીને 230 થઈ ગયા છે. આ તીવ્ર 50% નો વધારો માત્ર અણધાર્યો જ નથી પણ બોજારૂપ પણ છે. રોજિંદા મુસાફરો, ખાસ કરીને લાખો વ્યક્તિઓ કે જેઓ તેમના કામ માટે વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી કરે છે એવા વાહનચાલકોને બમણો માર પડશે. 

તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ટોલટેક્સના વધારાની સમીક્ષા કરો અને તેમાં સુધારો કરો ટોલ અને ચાર્જમાં 50% વધારાને આવક જનરેશનને બદલે જાળવણીની જરૂરિયાતોને અનુરૂપ વધુ વ્યાજબી રકમમાં ફેરવવા અથવા સુધારવાનો વિચાર કરો. વધારાના શુલ્ક દૂર કરો તેમજ 24-કલાકની અંદર બહુવિધ પાસ માટે કોઈ વધારાની ટોલ ફીની અગાઉની પ્રથા ફરી અમલ કરવો જોઈએ. ટોલ રિવિઝનમાં પારદર્શિતા અને પ્રવાસીઓ પર અચાનક લાદવામાં આવતા ટોલટેક્સ અટકાવવા માટે આગોતરા પરામર્શ અને વાજબીતા સાથે ટોલ રિવિઝન માટે પારદર્શક મિકેનિઝમ લાગુ કરવી જરૂરી છે.


Google NewsGoogle News