વડોદરા: 35.25 ફૂટના લેવલ પછી વિશ્વામિત્રી નદીનું મેજરમેન્ટ લેવું શક્ય નથી
વડોદરામાં વિશ્વામિત્રિ નદીના રૌદ્ર સ્વરૂપે અડધા શહેરને બાનમાં લીધું છે, ત્યારે તા. 26ની રાતથી વિશ્વામિત્રી નદીની સપાટી પર શહેરીજનોની નજર હતી. 29 ફૂટની સપાટી પછી જેમ વધારો થતો હતો તેમ નદીના પાણી શહેરના નિચાણવાળા વિસ્તારમાં પ્રવેશતા જતા હતા. ધીમે ધીમે કરતા નદીનું લેવલ 35 ફૂટને પણ ક્રોસ કરી ગયું હતું. જેમાં અડધું શહેર લપેટાઈ ગયું હતું .તારીખ 27ની બપોરે 2:00 વાગ્યે નદીની સપાટી 35.25 ફૂટ થઈ હતી. એ પછી નદીના લેવલમાં સતત વધારો થતો રહ્યો હતો, પરંતુ લેવલ 35.25 ફૂટ જ દર્શાવતું રહ્યું હતું. જેના કારણે લોકોને નદીની સપાટીનો સાચો અંદાજ મળી શકતો ન હતો.
હજુ પણ નદીની સપાટી 35.25 ફૂટ દર્શાવે છે. દરમિયાન કોર્પોરેશનના વર્તુળોના જણાવ્યા મુજબ વિશ્વામિત્રીની સપાટી હાલમાં 35.25 ફૂટ બતાવવામા આવે છે, પરંતુ આ લેવલ પછી મેજરમેન્ટ લેવુ શક્ય હોતુ નથી. આ લેવલથી ઉપરના લેવલે જ નદીનું પાણી વહેતું હોય છે, અને બ્રીજની આજુબાજુમાંથી પ્રસરતું હોય છે.