તને જોઈએ તેટલા રૂપિયા આપીશ! પ્રેમીની પરિણીતાના ઘરે જઈ બીભત્સ માંગણી કરી પતિને મારી નાખવાની ધમકી
Vadodara Crime : વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી અને ટેલરિંગની દુકાન ચલાવતી પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેજસ પ્રવીણભાઈ પટણી (રહે ઇન્દિરા નગર આજવા રોડ) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 10મી ફેબ્રુઆરીએ તેજસ પટણીનો મારા પર મેસેજ આવ્યો હતો કે મારે તને મળવું છે તું ક્યાં છે તારું લોકેશન મોકલ.. બીજા દિવસે બપોરે 1:00 વાગે હું મારી દીકરીને લઈને મારા ઘરે આવતી હતી તે દરમિયાન તેજસ પટણી મારો પીછો કરવા લાગ્યો હતો. તેથી હું મારા ઘરે આવી ગઈ હતી.
હું મારા પતિ તથા મારા બાળકો ઘરે હતા તે દરમિયાન તેજસ પટણી અચાનક મારા ઘરે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે તમે મને કોઈ મેસેજના જવાબ કેમ આપતા નથી અને ત્યારબાદ મને તથા મારા પતિને ગાળો બોલવા લાગ્યો હતો. મારા પતિએ ગાળો બોલવાની ના પાડતા તેજસ પટણીએ તેમને બે ત્રણ તમાચા મારી દીધા હતા. તેજસ પટણીએ મારો હાથ પકડી ધમાકાવતા કહ્યું કે હું તને ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી તારું લોકેશન માંગુ છું તો કેમ નથી આપતી ? અને પછી મારી સાથે શારીરિક અડપલા કરીને તારે મારી સાથે સંબંધ બાંધવો પડશે તેને જેટલા રૂપિયા જોઈતા હશે તેટલા હું આપીશ.. જો તું નહિ કરે તો તને તારા પતિને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી.