ટી સ્ટોલ પર બાળ મજૂરો રાખી શોષણ કરતાં સંચાલકની ધરપકડ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
ટી સ્ટોલ પર બાળ મજૂરો રાખી શોષણ કરતાં સંચાલકની ધરપકડ 1 - image


વડોદરા, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં ટી સ્ટોલ પર બાળમજૂરો રાખી તેનું શોષણ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી.

બરાનપુરા પેટ્રોલ પંપ નજીક કબીર ટી સ્ટોલ ઉપર બાળમજૂરો અંગેની માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન એક સગીર કામ કરતો મળી આવ્યો હતો.

પૂછપરછ દરમ્યાન સગીરે છેલ્લા બે મહિનાથી પર ટી સ્ટોલ પર કામ કરતો હોવાની અને મહિને 3000 પગાર મળતો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સંચાલક આકાશ ભરતભાઈ ચુનારા (સાંકેત ડુપ્લેક્સ,બરાનપુરા)ની અટકાયત કરી વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા તજવીજ કરી હતી.


Google NewsGoogle News