યુવતીના લગ્ન નક્કી થતાં પ્રેમીએ ભાવિ પતિને ફોટા મોકલી લગ્ન તોડાવ્યા, બળાત્કાર ગુજાર્યો
Vadodara Rape Case : વડોદરામાં એક યુવતી સાથે પ્રેમ થયા બાદ યુવકે તેના લગ્ન તોડાવી પોતે પણ લગ્ન નહીં કરતા યુવતીએ તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
પીડિતાએ કહ્યું છે કે, મારો પરિચય દીપ પટેલ સાથે થયા બાદ તેણે લગ્નની ખાતરી આપી હતી અને ગોત્રી વિસ્તાર એક હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ બળાત્કાર પણ ગુજાર્યો હતો. પરંતુ ત્યારબાદ તેણે લગ્નનો ઇનકાર કર્યો હતો.
બીજી તરફ યુવતીના લગ્ન બીજે નક્કી થઈ જતા અને તારીખ પણ નજીક આવી જતા તેના ભાવિ પતિને ફોટા મોકલી તેના પ્રેમ પ્રકરણની જાણ કરવામાં આવી હતી. જેથી યુવતીના લગ્ન તૂટી ગયા હતા.
આખરે આઘાતજનક સ્થિતિમાં મુકાયેલી યુવતીએ દીપ યશવંતભાઈ પટેલ (સંસ્કાર નગર,ગોત્રી મૂળ રહે ભાદરણ, આણંદ) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નથી યુવકની ધરપકડ કરી છે.