Get The App

ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો 58.46 લાખનો દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો 58.46 લાખનો દારૂનો મોટો જથ્થો ઝડપાયો 1 - image


Vadodara Liquor Smuggling : વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે પર ભરથાના ટોલનાકા પાસે મોડી રાત્રે જિલ્લા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી. તે વખતે ભરૂચ તરફથી મહારાષ્ટ્ર પાર્સિંગની એક ટેન્કર આવતા તેને રોકી ટેન્કરમાં તપાસ હાથ ધરી હતી. ટેન્કરમાં રૂપિયા 58.46 લાખ કિંમતની 16,656 દારૂની બોટલોનો મોટો જથ્થો મળ્યો હતો. આ અંગે પોલીસે ડ્રાઇવર શંકરલાલ ચુનીલાલ સાલવી (રહે દંતેડી જીલ્લો ભીલવાડા રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા રાજસ્થાનમાં રહેતા સતિષ બીશનોઇ નામના શખ્શે દારૂનો જથ્થો લઈને મોકલ્યો હતો. પોલીસે ટેન્કર, દારૂનો જથ્થો એક મોબાઈલ મળી 68.51 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News