Get The App

HIV પોઝિટિવ પતિનો સેક્સ્યુઅલ રિલેશન માટે પત્ની પર ત્રાસ...ચારિત્ર્ય પર શંકા, અભયમની ટીમ મદદે

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
HIV પોઝિટિવ પતિનો સેક્સ્યુઅલ રિલેશન માટે પત્ની પર ત્રાસ...ચારિત્ર્ય પર શંકા, અભયમની ટીમ મદદે 1 - image


Vadodara : વડોદરામાં એઈડ્સથી પતિએ શારીરિક સંબંધ માટે પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજારતા આખરે પત્નીએ અભયમની મદદ લીધી હતી.

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક યુવકને એચઆઈવી પોઝિટિવ આવતા તેણે સારવાર લીધી હતી. આ યુવકને સંતાન પણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શારીરિક સંબંધ બાંધવા માટે પત્ની સાથે જબરજસ્તી કરી રહ્યો છે. 

ચેપ લાગવાના ડરથી પત્ની દ્વારા સંબંધનો ઇનકાર કરાતા પતિએ તેને મારઝૂડ કરવા માંડી હતી. પત્નીથી અસહ્ય ત્રાસ સહન નહીં થતા અને બાળકને પણ ચેપ લાગી શકે તેવી શંકા વ્યક્ત કરતાં પતિ દ્વારા તેના ચારિત્ર્ય પર શંકા કરવામાં આવતી હતી.

આખરે માનસિક રીતે પડી ભાંગેલી પત્ની એ અભયમની મદદ લેતા ટીમ દ્વારા પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા મફત સારવાર કરાવવામાં આવે છે તેમજ આ રોગ કાબુમાં આવી શકે છે તે રીતે સમજાવતાં તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને લેખિતમાં માફી માંગી હવે પછી આવું કૃત્ય નહીં કરે એમ તેવી બાહેધરી આપી હતી.


Google NewsGoogle News