વડોદરા: પ્લાસ્ટિકના કચરાની આડમાં ટ્રકમાં લઈ જવાતો 17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
વડોદરા: પ્લાસ્ટિકના કચરાની આડમાં ટ્રકમાં લઈ જવાતો 17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમલિયારા ગામેથી પ્લાસ્ટિકના કચરાની આડમાં છુપાવેલો ટ્રકમાં લઈ જવાતો 17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે દારૂ, ટ્રક અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.27,83500નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને એકની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ એલસીબીની ટીમને માહિતી મળી હતી કે વાઘોડિયા તાલુકાના આમલિયારા ગામેથી વિદેશી શરાબની હેરાફેરી થવાની છે. તેથી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. દરમિયાન પ્લાસ્ટિકના કચરા ભરેલી ટ્રક નીકળી હતી. તેમાં તપાસ કરતા રૂ.17,76, 000નો વિદેશી શરાબ મળી આવ્યો હતો. તેથી પોલીસે દારૂ, ટ્રક અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.27,83500નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને‌ હરિયાણાના રાકેશ જાટની ધરપકડ કરી હતી. જ્યારે સુખબીર નામના વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News