Get The App

વડોદરા ખાદ્ય પદાર્થોના નમુના નાપાસ થતાં અને સ્વચ્છતા ન જાળવતા વેપારીઓ અને ધંધાર્થીઓને 44.15 લાખનો દંડ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
વડોદરા ખાદ્ય પદાર્થોના નમુના નાપાસ થતાં અને સ્વચ્છતા ન જાળવતા વેપારીઓ અને ધંધાર્થીઓને 44.15 લાખનો દંડ 1 - image


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 63 વેપારીઓને ત્યાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લેવામાં આવેલ હતા. આ  નમુનાઓ  નાપાસ થતાં તેમજ નોનવેજની દુકાનોના 82 ધંધાર્થીઓ મળીને કુલ  145 ધંધાર્થીઓ અને વેપારીઓને 44 .15 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. નમૂનાઓ નાપાસ થતાં  કાયદેસરની કાર્યવાહી  63 વેપારીઓ સામે કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ ચાલતા 63 કેસોમાં રૂ42.66 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.શહે૨ની નોનવેજ દુકાનોમાં સ્વચ્છતા અંગે તપાસ હાથ ધરતા તેમજ ૨જીસ્ટ્રેશન વગ૨ વ્યવસાય કરતા તે અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં  82 કેસોમાં 1.49 લાખનો  દંડ ક૨વામાં આવેલ હતો. જે ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ,તેમાં દૂધ ,તેલ, પનીર, મરચા પાવડર, મીઠો માવો, ધાણા પાવડર, ઘી, આઇસ્ક્રીમ વગેરેનો સમાવેશ થતો હતો. કયા વેપારીને કેટલો દંડ ફટકાર્યો તેની વિગત આ મુજબ છે.


Google NewsGoogle News