વડોદરામાં પૂરમાં બચાવ કામગીરી માટે જેકેટ અને અન્ય સાધનો ખરીદી પાછળ રૂ.13.45 લાખનો ખર્ચ
Vadodara Corporation : વડોદરા શહેરમાં આવેલા બે વારના પૂર, અને ત્રીજી વાર સર્જાયેલી પૂરની પરિસ્થિતિથી પાલિકા સફાઈ કર્મીઓ માટે કેટલીક તાત્કાલિક જરૂરિયાત જેકેટ અંગે ટેન્ડર પ્રક્રિયા સહિતની વિવિધ પ્રક્રિયા વિના રૂ.3.45 લાખના ખર્ચે ખરીદેલ 5000 જેકેટ સહિત પાવડા, ત્રિકમ, તગારા, પંજેટી જેવા તાકીદના સાધનો પણ ખરીદાયા હતા. જે અંગેનું કુલ બિલ રૂ.13.45 લાખનું બિલ મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
શહેરમાં ચોમાસાની સિઝનમાં બે વાર પૂર આવ્યું અને ત્રીજી વાર એવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરી અંગે અને રાહત માટે પાલિકા કર્મચારીઓ સહિત અન્ય માટે રૂપિયા 3.45 લાખના ખર્ચે કુલ 5000 જેકેટ તાત્કાલિક ધોરણે ખરીદવા પડ્યા હતા. આ ઉપરાંત પૂરની પરિસ્થિતિ બાદ ઠેર-ઠેરથી કાદવ કિચડ સહિત સફાઈ કામ અંગે સફાઈ કર્મીઓ માટે જરૂરી પાવડા, ત્રિકમ, તગારા, પંજેટી જેવી ચીજ વસ્તુઓ ખરીદવા ફરજ પડી હતી. આ અંગે રૂપિયા 10 લાખનો ખર્ચ થયો હતો. આમ કુલ રૂપિયા 13.45નું બિલ મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું છે.