ટ્રેનના એસી કોચમાં ચિક્કાર દારૂ પીધેલો એન્જિનિયર ઝડપાયો
Vadodara : એકતા નગરથી દાદર જતી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં એક પ્રવાસી દારૂ પીને વાતાવરણ બગાડે છે તેવી ફરિયાદ રેલવે પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. જેના પગલે રેલવે પોલીસે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ટ્રેન આવતા વોચ ગોઠવી હતી અને ટ્રેન આવ્યા બાદ કોચમાં ચડીને ચિક્કાર દારૂ પીધેલા નિલય અનિલ દેસાઈ (રહે. રવિ કિરણ CHS, કાર્ટર રોડ, બોરીવલી ઇસ્ટ, મુંબઈ)ની ટ્રેનમાંથી ઉતારી ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં તોતડાતી જીભે પોતે એન્જિનિયર હોવાનું જણાવ્યું હતું. પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.