વડોદરામાં વીજકર્મીનું કરંટ લાગતા થાંભલા પર જ મોત, બંધ લાઈનમાં અચાનક કરંટ લાગતા બની ઘટના
Gujarat News: વડોદરામાં હરિનગર વિસ્તારમાં વીજકર્મીને કરંટ લાગતા વીજકર્મીનું મોત નિપજ્યું હતું. કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. નોંધનીય છે કે, વીજકર્મીએ લાઈન બંધ કરી હોવા છતાં કરંટનો ઝટકો લાગ્યો અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ 'અમેરિકાથી પાછા આવે તેઓ કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણાં ગુજરાતી છે', નીતિન પટેલની અપીલ
શું હતી સમગ્ર ઘટના?
વડોદરાના હરિનગર વિસ્તારમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ધર્મેન્દ્ર જયસ્વાલ કામ કરી રહ્યો હતો. ધર્મેન્દ્ર વીજ લાઈન બંધ કરીને કામ કરતો હતો, ત્યારે એકાએક કરંટનો જોરદાર ઝટકો લાગ્યો અને તે થાંભલા સાથે જ ચોંટી ગયો. આસપાસના લોકોને આ વિશે જાણકારી થતાં લોકોએ દોરડું બાંધી મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતાર્યો અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે, હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
આ પણ વાંચોઃ જામનગર નજીક દરેડ જીઆઈડીસીમાં કામદારોના બાળકો માટે પ્રયાસ પ્લે શાળાની શરૂઆત
નોંધનીય છે કે, કામદાર જ્યારે વીજની લાઈન બંધ કરીને થાંભલા પર ચઢ્યો હતો, તો બાદમાં આ લાઈન ચાલુ કોણે કરી? ત્યારે હવે આ ઘટના પાછળ તપાસ થાય છે કે કેમ તે પણ મોટો સવાલ છે.